રાજ્યની અંદર કોઈપણ મોટા તહેવાર હોય ત્યારે રાજ્યની એસટી બસ એક્સ્ટ્રા બસો શરૂ કરે છે ત્યારે એસ.ટી ઉઘાડી લૂટ ચલાવતા હોય તેવા ઓછા ભાડા ઉઘરાવે આજે પ્રાઇવેટ વાહનો આવા તહેવારોના ચાલતા હોય છે ત્યારે તેમનું ભાડું એસટી કરતા 50 ટકા ઓછું હોય ત્યારે એસટી મન પડે તેવા મુસાફરો પાસેથી ભાડા વસુલ કરે છે.
આજે શિવરાત્રી નજીક આવે છે ત્યારે જુનાગઢ તરફ જતા વિદ્યાર્થીઓ એક્સ્ટ્રા બસોમા તમને લેવામાં આવતા નથી તેમજ તે રૂટ પર ચાલતી એસટીઓ રદ કરવામાં આવે છે.
તહેવારોમાં સ્પેશિયલ એસટી દોડાવવામાં આવે જેને કારણે વિદ્યાર્થીઓના પાસ તેમાં ચાલતા ન હોય તેથી વિદ્યાર્થીઓ પણ ખૂબ જ મુશ્કેલી ભોગવતા હોય છે આ બાબતે ઉપલેટા તાલુકાના ગઢાળા ગામના પૂર્વ સરપંચ નારણભાઈ આહિરે જણાવેલ છે સ્પેશિયલ બસમાં વિદ્યાર્થીઓના પાસ હકાવવા જોઈએ તેમજ ભાડું પણ વ્યાજબી રાખવું જોઈએ.
આજે એસટી ને કે તેમના અધિકારીઓને કોઈ પૂછવા વાળું જ નથી કે કોઈ વિરોધ કરવા વાળું નથી જેને કારણે એક્સ્ટ્રા બસો મન પડે તેવું પાડા ઉઘરાવતા હોય છે વધુમાં તેમ પણ જણાવેલ છે આજે ટોલનાકાના પૈસા મુસાફરો પાસેથી એસટી ઉઘરાવે છે આવા નિયમો એસટીએસ સુધારવા જોઈએ તે અંતમા નારણભાઈએ જણાવેલ છે.