પ્રેમિકા સાથેના ફોટા જોઇ લેનાર પત્નીને સળગાવી દઈ મારી નાખવાની ધમકી આપી પતિએ કાઢી મૂકી

યુનિવર્સિટી રોડ પર પારિજાત સોસાયટીમાં અને હાલ માવતરના ઘેર પડધરીના ઇશ્વરિયા ગામે રહેતી મહિલાએ પતિ, કાકાજી અને કાકાજીના પુત્ર સામે ફરિયાદ કરી છે. જેમાં પતિને અન્ય યુવતી સાથે પ્રેમસંબંધ હોય અને તેની સાથેના ફોટા જોઇ જતા પતિ ઉશ્કેરાઇ ગયો હતો અને તને સળગાવી દઇશ કહી ધમકી આપી તેમજ કાકાજી સહિતે તેને મારકૂટ કરી ઘરમાંથી કાઢી મૂક્યા હતા.બાદમાં પતિ ફોન કરી છૂટાછેડા આપી દેવાનું કહી તને અને તારા પરિવારને પતાવી દઇશ અને બાળકીનું અપહરણ કરી જઇશ તેવી ધમકી આપ્યાની ફરિયાદ નોંધાઈ છે.

રિદ્ધિબેન ડવે તેના પતિ મેહુલ લાભુભાઇ ડવ, કાકાજી મુકેશ ઘુસાભાઇ ડવ અને કાકાજીનો પુત્ર વિવેક મુકેશ સામે ફરિયાદ કરી હતી. ફરિયાદમાં જણાવ્યું હતું કે, સાત વર્ષ પહેલાં તેના લગ્ન મેહુલ સાથે થયા હતા તે દરમિયાન તેને અઢી વર્ષની પુત્રી હોવાનું જણાવ્યું હતું. ફરિયાદમાં વધુ જણાવ્યું હતું કે, છ માસ પહેલાં તેના પતિ મલેશિયા ફરવા ગયા હતા અને ત્યાંથી પરત આવ્યા બાદ અવાર-નવાર તેની સાથે ઝઘડો કરી મારકૂટ કરતા હોય. જેથી મારા પતિના મોબાઇલની તલાશી લેતા પતિના અન્ય યુવતી સાથે ફોટા હોય જે અંગે વાત કરતા પતિ ઉશ્કેરાઇ ગયો હતો અને ફોટા મારી પ્રેમિકાના હોવાનું અને આ વાત કોઇને કહીશ તો તને સળગાવીને જાનથી મારી નાખીશ અને હવે તારે મારી સાથે વાત કરવી નહીં તેમ કહી મારકૂટ કરી હતી અને તને કાઢી મૂકી મારી પ્રેમિકાને ઘેર લઇ આવવી છે.

દરમિયાન બે માસ પહેલાં મારા પતિએ કાકાજી સસરા મુકેશ અને તેનો પુત્ર વિવેકને ઘેર બોલાવ્યા હતા અને મારી સાથે ત્રણેયએ ઝઘડો કર્યો હતો. મેહુલની પ્રેમિકા બાબતે કોઇ માથાકૂટ કરવી નહીં અને અહીં રહેવું હોય તો શાંતિથી રહે નહીંતર તારા બાપના ઘેર જતી રહે તેમજ વિવેકએ કહેલ મેહુલની પ્રેમિકાને મારી બહેન બનાવી છે તેના વિશે કંઇ પણ બોલવું નહીં કહ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *