10.7 ડિગ્રી સાથે રાજકોટ રાજ્યનું બીજુંસૌથી ઠંડું શહેર

રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી વાતાવરણ અસ્થિર બની રહ્યું છે. ક્યારેક અચાનક જ 4થી 5 ડિગ્રી જેટલું તાપમાન ગગડતા ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે, તો ક્યારેક બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસ તાપમાન વધી જતા ગરમીનો અનુભવ થાય છે. ગુરુવારે 10.7 ડિગ્રી સાથે રાજકોટ રાજ્યનું બીજું સૌથી ઠંડું શહેર બન્યું છે. જ્યારે 8.6 ડિગ્રી સાથે નલિયા પ્રથમ રહ્યું છે.

રાજકોટમાં છેલ્લા ચાર દિવસમાં આશરે 5 ડિગ્રી તાપમાન ઘટી જતા લોકો ફરી ઠંડીમાં ઠૂંઠવાયા છે. શહેરમાં રાત્રે અને વહેલી સવારે ઠંડા પવન ફૂંકાઈ રહ્યા છે. શહેરમાં 3 ફેબ્રુઆરીએ 15.4 ડિગ્રી તાપમાન હતું જે 6 ફેબ્રુઆરીએ 10.7 ડિગ્રી નોંધાયું છે એટલે કે 4.7 ડિગ્રીનો મોટો ઘટાડો થયો છે. જોકે આગામી 48 કલાક દરમિયાન હજુ પણ તાપમાનમાં વધારો થવાની શક્યતાઓ છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર તાપમાનમાં એકાએક ઘટાડો આવ્યા બાદ ધીરે ધીરે રાજ્યના મોટાભાગના જિલ્લાઓનું લઘુતમ તાપમાન વધી રહ્યું છે. હાલમાં ગુજરાત ઉપર ઉત્તર તથા ઉત્તર પૂર્વ દિશા તરફથી પવનો આવી રહ્યા છે. તેની સાથે જ સમુદ્ર તરફ પવનની ગતિ વધી જતા ઠંડા પવનનો પણ ફૂંકાઈ રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *