રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા એટલે કે RBI એ 0.25 બેઝિઝ પોઈન્ટ ઘટાડીને 6.25% કર્યા છે. એટલે કે, લોન સસ્તી થશે અને તમારી EMI પણ ઓછી થશે. RBI ગવર્નર સંજય મલ્હોત્રાએ સવારે 10 વાગ્યે મોનેટરી પોલિસી કમિટી (MPC)માં લેવાયેલા નિર્ણયો વિશે માહિતી આપી.
આરબીઆઈએ છેલ્લે મે 2020માં રેપોરેટમાં 0.40%નો ઘટાડો કર્યો હતો, જેનાથી તે 4% થયો હતો. જોકે, મે 2022માં, રિઝર્વ બેંકે વ્યાજદરોમાં વધારો કરવાનું શરૂ કર્યું, જે મે 2023માં બંધ થઈ ગયું. આ સમયગાળા દરમિયાન રિઝર્વ બેંકે રેપોરેટમાં 2.50% વધારો કર્યો અને તેને 6.5% સુધી લઈ ગયા. આ રીતે 5 વર્ષ પછી રેપોરેટ ઘટાડવામાં આવ્યો છે.
લોનના વ્યાજ દર બે પ્રકારના હોય છે, ફિક્સ્ડ અને ફ્લોટર. ફિક્સ્ડ લોનમાં, તમારી લોન પરનો વ્યાજ દર શરૂઆતથી અંત સુધી સમાન રહે છે. રેપો રેટમાં ફેરફારથી આમાં કોઈ ફરક પડતો નથી. ફ્લોટરમાં રેપો રેટમાં ફેરફાર તમારી લોનના વ્યાજ દરને પણ અસર કરે છે. આવી સ્થિતિમાં, જો તમે ફ્લોટર વ્યાજ દરે લોન લીધી હોય, તો EMI પણ ઘટશે.