પ્રતિબંધિત પ્લાસ્ટિકનો 225 કિલો જથ્થો મનપાએ જપ્ત કર્યો

રાજકોટમાંથી મનપાના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાની ટીમે પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરી દંડ ફટકાર્યો હતો.રાજકોટ મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા શહેરના વિવિધ વિસ્તારમાં આવેલી બજાર અને દુકાનમાંથી સિંગલ યૂઝ પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરી દંડ વસૂલવામાં આવતો હતો ત્યારે દુકાનદારોમાં હોલસેલરો સામે કાર્યવાહી કરવાની માંગ ઊઠી હતી. જેના પગલે ઉત્પાદકો અને હોલસેલરો સામે કાર્યવાહી શરૂ કરતાં થોડા સમય પહેલાં ઉપલાકાંઠેથી 1500 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવ્યું હતું.

આ દરમિયાન સોલિડ વેસ્ટની ટીમને અમદાવાદમાંથી 255 કિલો પ્લાસ્ટિકનો જથ્થો રાજકોટના ઉપલાકાંઠે આવતો હોવાની માહિતી મળી હતી જેના આધારે ટીમની ઉપલાકાંઠા વિસ્તારમાં વોચ ગોઠવી હતી તે સમયે અમદાવાદથી આવેલો 255 કિલો પ્લાસ્ટિકનો જથ્થો મળી આવતા જપ્ત કરી રૂ.10 હજારનો દંડ ફંટકાર્યો હતો. ટીમે વધુ તપાસ કરતા આ પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો માધાપર ચોકડીએ રહેતા વેપારીએ મગાવ્યો હોવાનું ખુલ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *