સિંગર ઉદિત નારાયણનો એક વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે, જેને જોઈને યુઝર્સ ગુસ્સે થઈ રહ્યા છે. ગાયકે જે કર્યું છે એનાથી ચાહકો પણ આશ્ચર્યચકિત છે, કેમ કે વાત એવી છે કે ઉદિત નારાયણે એક લાઇવ શો દરમિયાન એક મહિલા ચાહકના હોઠ પર ચુંબન કર્યું હતું. આ જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા. ઉદિત નારાયણના આ શોના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યા છે, જોકે હજુ સુધી એ વાતની પુષ્ટિ થઈ નથી કે આ વીડિયો સાચા છે કે નકલી તેમજ એ વાતની પુષ્ટિ થઈ નથી કે વીડિયોમાં દેખાતો ઉદિત નારાયણ જ છે કે નહીં, પરંતુ વીડિયો જોયા પછી યુઝર્સ પોતાનો ગુસ્સો વ્યક્ત કરી રહ્યા છે.
વાઇરલ થઈ રહેલા વીડિયો અનુસાર, ઉદિત નારાયણ ‘ટિપ ટિપ બરસા પાની’ ગીત ગાતા હતા ત્યારે તેમની ફીમેલ ચાહકોએ તેમને સ્ટેજ પાસે ઘેરી લીધા હતા. તેમાંની એક ફીમેલ ચાહકે ઉદિત નારાયણ સાથે સેલ્ફી લેવાનું શરૂ કર્યું અને તેમના ગાલ પર ચુંબન કરી લીધું. આ જોઈને ઉદિત નારાયણે તરત જ તેની ચાહકને પકડીને તેના હોઠ પર કિસ કરી લીધી.