શહેરમાં 150 ફૂટ રિંગ રોડ પર રૈયા ટેલિફોન એક્સચેન્જ પાસેના હરિનગરમાં રહેતા અને રેડીમેઇડ ગારમેન્ટનો હોલસેલ ધંધો કરતા શ્યામભાઇ દિનેશભાઇ ભૂત તેના પિતાને લઇને તેના કૌંટુબિક ભાઇના ઘેર જતા હતા ત્યારે એક બાઇકસવાર શખ્સ તેનો પીછો કરતો હોય જેથી તેને શંકા જતા બાઇક નંબર નોંધી લીધા હતા.
બાદમાં ભાઇની આફિસે જવા માટે નીકળતા શખ્સ તેની સામે જોઇને ડરાવતો હોય જેથી તેને રાડારાડી કરતા અન્ય લાકો એકઠા થઇ જતા શખ્સ નાસી ગયો હતો. બાદમાં તેના પિતાએ પણ ગાઉ કોર્ટે જતા હતા ત્યારે તેનો પીછો કરી તારા પુત્રને કહેજે કે પોલીસમાં ફરિયાદ પાછી ખેંચી લે નહીંતર જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હોવાનું જણાવતા વેપારી શ્યામભાઇએ પોલીસમાં ફરિયાદ કરી હતી જેમાં અગાઉ તેને પાંચ શખ્સ સામે વ્યાજખોરીની ફરિયાદ કરી હતી જેનો ખાર રાખી અજાણ્યા શખ્સો ધમકીઓ આપતા હોવાનું જણાવતા પોલીસે ગુનો નોંધ્યો હતો.