GPSCની કેટલીક પરીક્ષાની તારીખ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને કારણે બદલવી પડે તેવી પરિસ્થિતિ સર્જાઈ છે. 16મી ફ્રેબુઆરીએ પંચાયતનું મતદાન હોવાને પગલે GPSCની પરીક્ષા નહીં યોજાય. તે દિવસની પરીક્ષા માટે નવી તારીખ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. GPSCના ચેરમેન હસમુખ પટેલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર માહિતી આપતાં જણાવ્યું હતું કે, 16મી ફેબ્રુઆરીએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન હોવાથી મેડિકલ ઓફિસર, વેરિયસ સબ્જેક્ટ ટ્યૂટર્સ, ઇન્સ્યોરન્સ મેડિકલ ઓફિસર-એલોપથી વર્ગ-2ની પ્રાથમિક પરીક્ષા 16 ફેબ્રુઆરીને બદલે 23 ફેબ્રુઆરી અથવા 02 માર્ચના રોજ યોજવામાં આવશે.પરીક્ષા માટે નવી તારીખ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.
અગાઉ GPSC દ્વારા લેવામાં આવતી વિવિધ પરીક્ષાઓ દરમિયાન ઉમેદવારો અને પરીક્ષકોને સરળતા રહે તે માટે ત્રણ મહત્ત્વના નિર્ણય લેવામાં આવ્યા છે.