પોપટપરામાં જૂના ઝઘડાનો ખાર રાખી યુવક પર છરી વડે હુમલો

શહેરમાં પોપટપરામા રહેતા અને મજૂરીકામ કરતા વિરેન્દ્રભાઇ હેમભાઇ હુદડ તેના મિત્ર રમજાન સાથે રિક્ષામાં બેસી જંક્શનમાં મોબાઇલની દુકાને મોબાઇલ લેવા જતા હતા ત્યારે પોપટપરા બસ સ્ટેન્ડ પાસે મોટરસાઇકલ પર આવેલા અજય માનસિંગ પરસાડાએ રસ્તામાં આંતરી રમજાન સાથે અગાઉ માથાકૂટ થયાનો ખાર રાખી છરી વડે હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી જતા ઘવાયેલા રમજાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો. બનાવને પગલે પ્ર.નગર પેાલીસે વિરેન્દ્રભાઇની ફરિયાદ પરથી ગુનો નોંધી આરોપીને ઝડપી લેવા કાર્યવાહી કરી છે.

અન્ય બનાવમાં કાલાવડ રોડ પર રાણીટાવર પાસે સૌરભ સોસાયટીમાં રહેતા અને બિલ્ડર પ્રદીપભાઇ નારણભાઇ ભગતની નાનામવા રોડ નજીક સત્ય સાંઇ રોડ પર નવી બનતી બિલ્ડિંગ સાઇટ પર કામ જોવા માટે ગયા હતા ત્યારે પાંચમા માળે એક રૂમમાં ઇલેક્ટ્રિક કામનો માલસામાન રાખતા હોય જે રૂમના તાળાં તૂટેલા હોય અને સામાન વેરવિખેર પડેલો હોય અને કેબલ જોવા નહીં મળતા તેને તપાસ કરતા કોઇ તસ્કરો તેના રૂ.1.77 લાખની કિંમતના કેબલની ચોરી થયાનું બહાર આવતા તેને ફરિયાદ કરતા તાલુકા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *