આટકોટના ખારચિયા પાસે કાર અને બાઇક ટકરાયા

આટકોટ ખારચીયા (હનુમાનજી) ગામ પાસેથી પસાર થતી એક કાર અને બાઇક ટકરાઇ પડતાં બાઇકના ચાલકને ઇજા પહોંચી હતી. ઘટનાના પગલે આસપાસમાંથી લોકો દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્તને હોસ્પિટલ ખસેડાયો હતો. જો કે સદનસીબે કોઇ જાનહાનિ થઇ ન હતી. આટકોટ ગોંડલ હાઈવે પર ખારચીયા ખોડીયાર મંદીર પાસેથી પસાર થતા બે વાહનો અથડાઇ પડ્યા હતા જેમાં એક કારના ચાલકે અચાનક સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતાં બાઇકચાલકને ઠોકર મારી દીધી હતી.

ગામના લોકોએ જણાવ્યું હતું કે આ બમ્પ પર રેડિયમના પટ્ટા ન હોવાથી અવારનવાર અકસ્માત સર્જાતા રહે છે. થોડા દિવસ પહેલાં અહીં જ આઇસર અને કાર વચ્ચે અકસ્માત થયો હતો. આગળ જતા વાહને અચાનક જ બ્રેક મારતા પાછળથી આવતા વાહન જોરથી અથડાઇ પડે છે. આથી આ બંને બમ્પ પર રેડિયમના પટ્ટા મારવાની ખાસ જરૂર હોવાનું ગામલોકો જણાવી રહ્યા છે. બાઇક ચાલક ખારચીયા ગામના હોવાનું જાણવા મળ્યું છે. લોકોએ ઉમેર્યું હતું કે હાઈવે પર બમ્પ પર પટ્ટા મારવામાં આવે તો વાહન ચાલકોને ખ્યાલ આવે કે આગળ બમ્પ છે જેથી વાહનની સ્પીડ ઓછી કરી દે અને ગોળાઇના કારણે વાહન ધીમું પડી જવાને લીધે ગંભીર અકસ્માત ન થાય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *