મેટોડા પાસે વીજપોલ સાથે રિક્ષા અથડાતાં મુસાફર યુવકનું મોત

લોધિકાના મેટોડા પાસે વીજપોલ સાથે રિક્ષા અથડાતાં મુસાફર શ્રમિક યુવકનું મોત નીપજ્યું હતું જ્યારે તેના નાના ભાઇ સહિત ત્રણને ઇજા થતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. યુવક તેના ભાઇ સહિતના મિત્રો લોધિકા તેના સગાને મળવા આવ્યા હતા અને ત્યાંથી મીતાણા જવા નીકળ્યા હતા અને આ બનાવ બન્યો હોવાનું બહાર અાવતા પોલીસે રિક્ષાચાલક સામે ગુનો નોંધવાની કાર્યવાહી કરી છે.

મીતાણા જીઆઇડીસીમાં કારખાનામાં મજૂરીકામ કરતા અને મૂળ એમપીના ધાર ગામે રહેતા મનોહર મુકેશભાઇ બામનિયા તેના નાના ભાઇ સંતોષ અને તેના અન્ય બે મિત્ર સાથે લોધિકા સગાના ઘેર મળવા આવ્યા હતા અને ત્યાંથી રિક્ષામાં બેસી પરત મીતાણા જવા નીકળ્યા હતા તે દરમિયાન મેટોડા નજીક ચીભડા રોડ પર બેકાબૂ રિક્ષા રોડ પરથી ઉતરી જઇને વીજથાંભલા સાથે અથડાતાં ચાલક સહિત ચાર યુવકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા જેમાં ગંભીર રીતે ઘવાયેલા મનોહરનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. બનાવને પગલે મેટોડા પોલીસે કાર્યવાહી કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *