આયર્લેન્ડ મહિલા ક્રિકેટ ટીમની 2 ખેલાડીએ મહાત્મા ગાંધી મ્યુઝિયમની મુલાકાત લીધી

આયર્લેન્ડ મહિલા આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ટીમની ખેલાડીઓ જ્યોર્જિના ડેમ્પસી અને લિયા પોલએ ગઇકાલે શહેરના ઐતિહાસિક સ્થળ એવા મહાત્મા ગાંધી મ્યુઝિયમની મુલાકાત લીધી હતી.મ્યુઝિયમની મુલાકાત દરમિયાન બંને ખેલાડીઓએ ગાંધીજીના જીવન અને તેમના આદર્શોના વિવિધ પાસાઓને નજીકથી જાણ્યા હતા.

મહાત્મા ગાંધીજીની વિચારધારા અને તેઓના સંદેશાથી ખેલાડીઓ પ્રભાવિત થયા હતા. અધિકારીઓએ તેમના આગમન પર હર્ષ વ્યક્ત કર્યો અને તેમને મ્યુઝિયમની વિશેષતાઓની વિગતો આપી હતી. ખેલાડીઓએ રાજકોટ શહેર અને અહીંના લોકોએ દર્શાવેલી મહેમાનગતિ માટે આભાર વ્યક્ત કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *