નેશનલ હેન્ડબોલ મેન્સ ટૂર્નામેન્ટ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઈતિહાસમાં સૌ પ્રથમવાર નેશનલ હેન્ડબોલ મેન્સ ટૂર્નામેન્ટમાં પારૂલ યુનિ.ની ટીમને હરાવી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ટીમ ચેમ્પિયન બની છે. ભારતની 70 યુનિવર્સિટીએ ભાગ લીધો એમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ચેમ્પિયન બની હતી. વિજેતા ટીમને ટ્રોફી અને સર્ટિફિકેટ સહિતના પુરસ્કાર તો અપાયા હતા, પરંતુ સૌથી મોટો ફાયદો 16 ખેલાડીને એ થવાનો છે કે જ્યારે પણ કેન્દ્ર કે રાજ્ય સરકારની ભરતી બહાર પડે ત્યારે હેન્ડબોલ ક્વોટામાં તેમને સરકારી નોકરી મળી શકે છે. સૌરાષ્ટ્રની ટીમના 16 ખેલાડી છેલ્લા 3 વર્ષથી દરરોજ 4 કલાક મહેનત કરતા હતા. ટૂર્નામેન્ટ પહેલાં એક મહિનાથી રોજ સવારે 4 અને સાંજે પણ 4 કલાક પ્રેક્ટિસ કરતા હતા. હવે માર્ચમાં રાષ્ટ્રીય કક્ષાએ રમવા જશે.

જુસ્સો, સાહસ, પરાક્રમ જેવા ગુણ તો સૌરાષ્ટ્રની માટી અને લોહીમાં હોય છે. હેન્ડબોલ ટૂર્નામેન્ટ દરમિયાન ઘણા ખેલાડીઓ ઈજાગ્રસ્ત પણ થયા હતા. ટીમના એક ગોલકીપરને નાક પર બોલ વાગ્યો અને ઈજાગ્રસ્ત થયો હતો જ્યારે બીજા ખેલાડીને આંગળીમાં ઈજા થતા ડ્રેસિંગ કરાવવું પડ્યું હતું, પરંતુ આ ખેલાડીઓએ હાર ન માની અને ઈજાગ્રસ્ત હોવા છતાં ટૂર્નામેન્ટ રમ્યા, એકપણ મેચ હાર્યા નહીં, તમામ 7 મેચ જીતી ચેમ્પિયન બન્યા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *