છુટાછેડા માટે દબાણ કરી સાસરિયાઓએ જમાઈને માર માર્યો

રાજકોટમાં એન્જીનીયર યુવકને સાસરિયાઓએ ઘરે બોલાવી છૂટાછેડા માટે રૂપિયાની માંગણી કરી ઈજનેરને ગુપ્તાંગના ભાગે મારમારી લમણે બંદૂક રાખી ધમકી આપતાં તાલુકા પોલીસ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ છે. પેડક રોડ પર સ્મૃતિ સોસાયટીમાં રહેતાં ઉત્તમભાઈ રમેશભાઈ ભાખર (ઉ.વ.30)એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે દામજી ઠુમર, પંકજ દામજી ઠુમર, મોહિત દામજી ઠુમર, ધારાબેન ઉત્તમ ઠૂંમર અને વિનુ સખીયાનું નામ આપતાં જણાવ્યું હતું કે, તેઓ માતા ભાનુબેન સાથે રહે છે અને વાવડી ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં આવેલ ફાલ્કન પંપમાં ઇલેક્ટ્રીકલ એન્જીનીયર તરીકે નોકરી કરે છે. તેના લગ્ન તા.10.12.2023ના ધારાબેન ઠુંમર સાથે થયેલ હતા. બાદમાં બન્નેને મનમેળ ન થતા તે છેલ્લા છ મહીનાથી તેના માવતરે ચાલ્યા ગયેલ છે.

ગત તા.10ના સવારે 11 વાગ્યાની આસપાસ તે ફાલ્કન પંપ કંપની પર કામ કરતો હતો ત્યારે તેમના સસરા દામજીભાઇનો ફોન આવેલ કે, છુટાછેડા બાબતે વાતચીત કરવી છે, જેથી તમે અહીં ઘરે આવો છો કે અમે કંપની પર આવીએ જેથી તે ગભરાય ગયેલ અને તેઓને મળવા વાવડીથી સસરાના ઘરે જે રામધણ આશ્રમ પાસે આવેલ છે ત્યાં ગયેલ અને ઘરમાં પ્રવેશ કરેલ ત્યારે સસરા દામજીભાઈ, સાળા પંકજ, મોહીત તથા સસરાના મિત્ર વિનુભાઇ સખીયા પણ હાજર હતા.

તેઓ ઘરમાં પ્રવેશતાની સાથે જ સાળા પંકજ અને મોહીત બન્ને ગાળો આપવા લાગેલ અને છુટાછેડા કરવા બાબતે મારી પૈસાની માંગણી કરેલ પંરતુ તેમની પાસે સગવડ ન હોય જેથી મુદ્દત માંગતા બન્ને અચાનક ઉશ્કેરાઈ ગયેલ અને સાળા પંકજે ધક્કો મારી પાડી દીધેલ અને પગ પકડી રાખી સાળા મોહીતે ગુપ્તાંગ પર અને પગના ભાગે પાટા મારેલ હતા. તેમજ પત્ની ધારાએ કપાળના ભાગે ફુલદાની મારેલ જેથી શરીરે દુ:ખાવો થતા ગભરાઈ જઈ ઘરની બહાર નીકળવાનો પ્રયત્ન કરતો હતો ત્યારે સસરાએ પકડી રાખેલ અને ગાળો આપી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *