હેન્ડબોલ ટુર્નામેન્ટમાં ગુજરાતની એકસાથે 3 ટીમ કવોલિફાય થઈ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સ્પોર્ટસ કોમ્પ્લેક્સ ખાતે વેસ્ટ ઝોનની ઇન્ટર યુનિવર્સિટી હેન્ડ બોલ ટુર્નામેન્ટ ચાલી રહી છે ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ટીમ ઇતિહાસમાં પ્રથમ વખત ઓલ ઇન્ડિયા ટુર્નામેન્ટ માટે કવોલિફાઈ થઈ છે ત્યારે ઇન્ચાર્જ શારીરિક શિક્ષણ નિયામક ડૉ. હરીશ રાબાએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આયોજિત હેન્ડ બોલની ઇન્ટર યુનિવર્સિટી વેસ્ટ ઝોન સ્પર્ધામાં 70 યુનિવર્સિટીના 1000 ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્યપ્રદેશ એમ 5 રાજ્યના ખેલાડીઓ આ સ્પર્ધામાં ભાગ લઈ રહ્યા છે, જેમાં ગઈકાલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ટીમ ઓલ ઇન્ડિયા યુનિવર્સિટી માટે પસંદગી પામી ચૂકી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઇતિહાસમાં પ્રથમ વખત હેન્ડ બોલ ગેમમાં ઓલ ઇન્ડિયામાં કવોલિફાય થઈ છે.

તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સાથે સ્વર્ણિમ ગુજરાત યુનિવર્સિટી અને વડોદરાની પારુલ યુનિવર્સિટી એમ ગુજરાતની 3 વિશ્વ વિદ્યાલય હેન્ડ બોલમાં ઓલ ઇન્ડિયામાં કવોલિફાય થઈ હોય એવું પ્રથમ વખત બન્યું છે. આ ઉપરાંત ઔરંગાબાદની મરાઠાવાળા યુનિવર્સિટી પણ ઓલ ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ માટે કવોલિફાય થઈ છે. જે રાજકોટ અને ગુજરાત માટે ગૌરવરૂપ બાબત છે. હેન્ડ બોલમા 25 વર્ષ પહેલા ગુજરાત વિદ્યાપીઠની ટીમ ઓલ ઇન્ડિયા માટે કવોલિફાય થઈ હતી. જેના વર્ષો પછી આ સિદ્ધિ પ્રાપ્ત થઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *