ગોંડલમાં મકરસંક્રાંતિ પર મોટી દુર્ઘટના

ગોંડલના કોલેજ ચોકમાં મકરસંક્રાંતિના દિવસે એક ગંભીર દુર્ઘટના સામે આવી છે. જાહેર રસ્તા પર હાઇડ્રોજન ગેસથી ફુગ્ગા ભરતી વખતે અચાનક આગ લાગવાની ઘટનાએ ભારે અફરાતફરી સર્જાઈ હતી. સદનસીબે, આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી.

પ્રાપ્ત માહિતી અનુસાર, કોલેજ ચોકમાં નગરપાલિકાના સર્કલની અંદર કેટલાક વેપારીઓ પાથરણા પાથરીને ગેસવાળા ફુગ્ગાનું વેચાણ કરી રહ્યા હતા. આગ લાગવાથી હાઇડ્રોજન ગેસના બાટલા અને પ્લાસ્ટિકના ફુગ્ગા બળી ગયા હતા. આગ લાગતાં જ વેપારીઓ ગેસના બાટલા લઈને ભાગી ગયા હતા. ઘટનાને કારણે કોલેજ ચોક વિસ્તારમાં ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી, જેને પોલીસે નિયંત્રણમાં લીધી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *