ગોંડલમાં બાઈક અકસ્માતનો વિવાદ બન્યો હિંસક

ગોંડલ શહેરમાં નજીવી બાબતે હિંસક ઘટના સામે આવી છે. કડિયા લાઈન વિસ્તારમાં દિલીપ દૂધીની દુકાન નજીક ઉમવાળા ચોકડી પાસે એક મજૂર પરિવાર પગપાળા જઈ રહ્યો હતો ત્યારે એક બાઈક ચાલક તેમને અડી ગયો હતો. મજૂર પરિવારે બાઈક ચાલકને ધ્યાનથી ચલાવવાનું કહેતા આવેશમાં આવી ગયેલા બાઈક ચાલકે 4 યુવાનો પર છરીથી હુમલો કર્યો હતો.

હુમલામાં ઈજાગ્રસ્ત થયેલા યુવાનોમાં 22 વર્ષીય ઠાકુર દિત્યા શીંગાડ, 16 વર્ષીય કૈલાશ દિત્યા શીંગાડ, 25 વર્ષીય કમલેશ બહાદુર મીનામા અને 16 વર્ષીય સાગર રમેશશીંગ ભુરિયાનો સમાવેશ થાય છે. આ ચારેય યુવાનોને પ્રાથમિક સારવાર માટે ગોંડલ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. એક યુવાનને પડખામાં, બે યુવાનોને હાથમાં અને એક યુવાનને કપાળના ભાગે છરી વાગી હતી. પડખામાં ગંભીર ઈજા પામેલા યુવાનને વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *