હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ ઉત્તરાયણે પવન પતંગબાજોને ખૂબ જ આનંદ આપશે. પૂરતા પ્રમાણમાં હવાની ગતિ રહેતા આખો દિવસ સમગ્ર રાજ્યમાં 15થી 25 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાશે. શરૂઆતમાં પવનની દિશા ઉત્તરપૂર્વ હશે અને સાંજ સુધીમાં પૂર્વથી પવનો ફૂંકાશે.
રાજકોટની વાત કરીએ તો સવારે 8 વાગ્યાથી જ હવાની ગતિ 10થી 15 કિ.મી. પ્રતિ કલાકની રહેશે એટલે ત્યારથી જ પતંગ ચગાવી શકાશે. બપોર સુધીમાં પવનની ગતિ 25 કિ.મી. અને સાંજે 5 વાગ્યા આસપાસ તો 30 કિ.મી.ની પણ ગતિ ક્યારેક થઈ શકે છે. જેથી આખો દિવસ પવન સાથ આપતા પતંગવીરોને આનંદ જ રહેશે. બીજી તરફ ધુમ્મસની કોઇ શક્યતા નથી અને આકાશ પણ સ્વચ્છ રહેવાનું છે. જેથી સવારના સમયે પતંગ ચગાવતી વખતે પવનની દિશા અને વાદળો ન હોવાથી ગોગલ્સનો ઉપયોગ જરૂરથી કરવો પડશે.