આહીર કર્મચારી મંડળની 29મી વાર્ષિક સભા યોજાશે

રાજકોટ જિલ્લા આહીર કર્મચારી મંડળની વર્ષ 2023-24ની સાધારણ સભા 12 જાન્યુઆરી 2025ના રોજ કિષ્ના પાર્ટી પ્લોટ, વગડ ચોકડી, મવડી પાળ રોડ ખાતે યોજાશે. બપોરે 4 વાગ્યે શરૂ થનાર આ સભામાં તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન, નિવૃત્ત થયેલા કર્મચારીઓનું સન્માન અને વર્ગ 1 અને 2માં નિમણૂક પામેલા અધિકારીઓનો સન્માન સમારોહ જેવા અનેક મહત્વપૂર્ણ કાર્યક્રમો યોજાશે.

વિશેષ રૂપે, મંડળની ઓનલાઈન ડિજિટલ ડિરેક્ટરીનું લોન્ચિંગ પણ કરવામાં આવશે. મંડળના પ્રમુખ નિર્મળભાઈ મેતાના નેતૃત્વમાં આ કાર્યક્રમની તૈયારીઓ ચાલી રહી છે. મંત્રી કિરીટ મૈયડ સહિત મંડળના તમામ હોદ્દેદારો અને કારોબારી સભ્યો કાર્યક્રમને સફળ બનાવવા પ્રયત્નશીલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *