લેટરકાંડ મામલે ભાજપ MP રૂપાલાનું નિવેદન

અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયાને બદનામ કરતાં લેટરકાંડ મામલે આરોપી તરીકે પાટીદાર યુવતીની ધરપકડ કરી તેનું સરઘસ કાઢવામાં આવતા રાજકારણ ગરમાયું છે. જે મામલે પાટીદાર દીકરીને ન્યાય અપાવવા કોંગ્રેસ મેદાનમાં ઉતર્યું છે. ત્યારે હવે અમરેલી લેટરકાંડ મામલે ભાજપ MP રૂપાલાનું પણ નિવેદન સામે આવ્યું છે.

અમરેલી બોગસ લેટરકાંડ મુદ્દે મૂળ અમરેલીના એવા કડવા પાટીદાર અગ્રણી અને રાજકોટ લોકસભાના ભાજપના સાંસદ પુરુષોત્તમ રૂપાલા સાથે ટેલીફોનિક વાતચીત કરવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે, દીકરી સાથે જે ગેરવર્તણૂક થઈ છે તે અયોગ્ય છે. દીકરીને ન્યાય મળે તે માટે પ્રયત્નો કરવામાં આવશે અને આ બાબતે પોલીસતંત્ર સાથે પણ વાતચીત કરવામાં આવશે.

અમરેલી બોગસ લેટરકાંડમાં પાટીદાર યુવતીની રાત્રે ધરપકડ કરી અને તેનું સરઘસ કાઢવાની ઘટનામાં રાજકારણ ગરમાયું છે. સાવરકુંડલાના એક પાટીદાર યુવાને રાજકોટ ભાજપનાં સાંસદ પુરુષોત્તમ રૂપાલા સાથે કરેલી વાતચીતની એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી. જેમાં રૂપાલાને પાટીદાર દીકરી સાથે થયેલા અન્યાય બાબતે સવાલ કરતા રુપાલાએ ઘટનાને દુઃખદ ગણાવી હતી, પરંતુ આ સિવાયના સવાલોનો જવાબ સાંસદ ન આપતા પાટીદાર યુવાને સાંસદ અને કડવા પાટીદાર અગ્રણી રૂપાલાને આડે હાથ લીધા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *