રાજકોટ શહેરના માધાપર ચોક નજીક ગાંધી સોસાયટીમાં વેપારીના બંધ મકાનમાંથી 7.22 લાખની ચોરીના ગુનામાં રાજકોટ LCB ઝોન 2ની ટીમે આરોપી બંટી બબલીની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં આરોપી વિરૂદ્ધ અગાઉ મહારાષ્ટ્ર અને બેંગ્લોરમાં 28 જેટલા ઘરફોડ ચોરીના ગુનામાં નોંધાઈ ચૂક્યા છે. જ્યારે ગુજરાતમાં તે પ્રથમ વખત જ પોતાની પ્રેમિકાને સાથે ચોરીને અંજામ આપી નાસી છૂટે તે પહેલાં જ પોલીસના હાથે ઝડપાઇ જતા પોલીસે આરોપીઓની ધરપકડ કરી તેની પાસેથી સોના-ચાંદીના દાગીના, વિદેશી કરન્સી સહિત કુલ રૂપિયા 17.95 લાખનો મુદામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.
વેપારી પરિવાર સાથે ફરવા ગયોને ઘરમાં ચોરી થઈ રાજકોટ શહેરના માધાપર ચોકડ પાસે આવેલી ગાંધી સોસાયટી શેરી નંબર 6માં રહેતા વ્હોરા વેપારી ખોજીમભાઈ ફિદાહુસેન ભારમલ (ઉ.વ.58) તેમના પરિવાર સાથે વિયેતનામ ફરવા માટે ગયા હતા. આ પછી ઘરે આવી જોતા તેમના ઘરનું તાળું તૂટેલું હતું અને ઘરમાંથી સોના-ચાંદીના ઘરેણા અને રોકડ રકમ રૂપિયા 30 હજાર સહિત રૂપિયા 7.22 લાખની મત્તા ચોરી કરી થયા અંગેની ફરિયાદ ગાંધીગ્રામ પોલીસમાં નોંધાઈ હતી. જેના આધારે ગાંધીગ્રામ પોલીસ તેમજ LCB ઝોન 2 ટીમ આરોપીઓને પકડવા માટે કામે લાગી હતી. પોલીસની અલગ અલગ ટીમો દ્વારા અલગ અલગ સીસીટીવી ફૂટેજ તપાસી ટેકનિકલ તેમજ હ્યુમન સોર્સીસ આધારે તપાસ હાથ ધરી હતી.