કોટડાસાંગાણીની કચેરીમાં મઢી સાંકડી

તાલુકા મથકે આવેલી મામલતદાર કચેરીમાં સબ રજિસ્ટ્રાર કચેરીમાં મઢી સાંકડી અને બાવા જાજાં જેવો ઘાટ રોજ ઘડાઇ રહ્યો છે. સાવ સાંકડી અને નાની કચેરીમાં દસ્તાવેજ માટે આવતા લોકોને ભારે તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે. અરજદારોમાં એવી પણ મજાક થતી રહે છે કે આના કરતાં તો મધ્યમવર્ગના ઘરનું રસોડું પણ મોટું હોય! રસોડા કરતાં પણ આ કચેરી સાવ નાની એવી ઓરડીમાં ચલાવવામાં આવી રહી છે. વર્ષાન્તે 37 દસ્તાવેજ કરવામાં આવ્યા હતા અને એ વખતે એટલા અરજદારો એકઠાં થઇ ગયા કે અમુકને ટોકન મળ્યા હોવા છતાં બહાર ઉભા રહેવું પડ્યું હતું.

સબ રજિસ્ટ્રાર કચેરીમાં દર મહિને 400 જેટલા દસ્તાવેજો કરવામાં આવે છે , આટલી કમાણી કરી આપતી કચેરીને મોકળાશ આપવામાં આવે તો અરજદારોને સુવિધા મળી રહે. સંબંધિત તંત્ર આ કચેરીને અન્ય મોટી જગ્યાએ સ્થાનાંતરિત કરવા વિચારણા કરે તેવી અરજદારોમાંથી માગણી ઉઠી છે. જો એક દસ્તાવેજ કરવાો હોય તો પણ તેની સાથે અનેક લોકો આવતા હોય છે અને તેમના માટે અંદર જગ્યા હોતી જ નથી. આથી આ યાતનામાંથી અરજદારોને મુક્તિ મળે તેવું લોકો ઇચ્છી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *