જામકંડોરણા તાલુકાના રાયડી ગામે રહેતા હરસુખ પરમારની દિકરી રમીલાના લગ્ન 11 વર્ષ પહેલાં દોલતપરા વિસ્તારમાં રહેતા સંજય પરમાર સાથે થયા હતા, બન્ને વચ્ચે કોઇ બાબતે વિખવાદ થતાં રમીલાબેન પિયર આવી ગયા હતા અને છૂટાછેડા લેવા જામકંડોરણા નારદભાઈ બાલધાને વકિલ તરીકે રાખીને કોર્ટમાં ખાધા ખોરાકીના કેસની વાત કરી હતી ત્યારે નારદએ જણાવ્યું હતું કે “ચાર પાંચ હજારમાં ફાઈનલ કરી દઈશ અને બાદમાં નારદભાઈએ રાકેશભાઈ સૌજીત્રાને આ કેસ લડવા રાખ્યા જે અંગે રમીલાબેનને જાણ કરી ન હતી.
આ કેસ જામકંડોરણા કોર્ટમાં સાત મહિના ચાલ્યો પરંતુ કોઈ હુકમ ન મળ્યો હતો. આ રમીલાબેને તેમના પતિ વિરુદ્ધ 498ના કેસમાં ગોંડલ મહિલા પોલીસ સ્ટેશન બોલાવ્યા હતા અને ધોરાજી ફેમિલી કોર્ટમાં આ કેસ ચાલી રહ્યો હોઇ છૂટાછેડાના કાગળ માંગતા વકીલે એકલા આવવાનું કહ્યું હતું અને જ્યારે રમીલાબેન રાકેશભાઈ સૌજીત્રાની ઓફિસ પર જઇને છુટાછેડા કાગળ માગ્યા હતા ત્યારે રાકેશ સૌજીત્રા તેમજ નારણભાઈએ અપશબ્દો બોલી તેમને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કર્યા હતા અને મારા પતિ પાસેથી લીધેલા 50,000 પણ પાછા આપ્યા નથી.