રાજકોટ આવતી-જતી 6 ટ્રેનનો સમય 20 મિનિટ સુધી વહેલો, 4 ટ્રેનનો 15 મિનિટ સુધી મોડો કરાયો

પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝન પર નવા વર્ષથી ટ્રેનનું નવું ટાઈમટેબલ લાગુ કરવામાં આવ્યું છે. આ અંતર્ગત કેટલીક ટ્રેનોની સ્પીડ પણ વધારી દેવામાં આવી છે. જેનાથી આ ટ્રેનો હવે તેમના વર્તમાન સમય કરતાં વહેલા તેમના નિશ્ચિત સ્ટેશન પર પહોંચી જશે. આ વખતે રાજકોટ ડિવિઝન પર જતી 19 ટ્રેનની ગતિ વધારી દેવામાં આવી છે, જ્યારે 6 ટ્રેનની ગતિ પરિચાલન કારણોસર ઘટાડી દેવામાં આવી છે. રાજકોટ સ્ટેશન પર આવતી-જતી 6 ટ્રેનનો સમય 20 મિનિટ સુધી વહેલો, 4 ટ્રેનનો મોડો કરાયો.

ટ્રેનોની ગતિ વધારવાના પરિણામે મુસાફરો માટે પ્રવાસ સમયમાં ઘટાડો થશે. જેનાથી સમયની બચત થશે. રાજકોટના સમગ્ર રેલવે ડિવિઝનની 37 ટ્રેનનો સમય વહેલો કરવામાં આવ્યો છે. જે ટ્રેનો હવે પોતાના પૂર્વનિર્ધારિત સમય કરતાં 5 મિનિટથી 33 મિનિટ સુધી વહેલી આવશે. તેમજ 22 ટ્રેનનો સમય મોડો કરવામાં આવ્યો છે, જે ટ્રેનો હવે તેમના પૂર્વનિર્ધારિત સમય કરતાં 5 મિનિટથી 20 મિનિટ સુધી મોડી આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *