રાજકોટમાં 2025નાં પ્રથમ દિવસથી ટ્રાફિક જાગૃતિનાં પ્રયાસો શરૂ

રાજકોટ શહેર પોલીસે વર્ષ 2025નાં પ્રથમ દિવસથી જ લોકોમાં ટ્રાફિક નિયમો અંગે જાગૃતિ લાવવા માટે માર્ગ સલામતી માસની ઉજવણી શરૂ કરી છે. જે અંતર્ગત આજે પોલીસ હેડક્વાર્ટર ખાતેથી હેલ્મેટ રેલી યોજાઈ હતી. જેમાં 200 કરતા વધુ બાઇકમાં હેલ્મેટ પહેરીને 400 જેટલા પોલીસ કર્મચારીઓ જોડાયા હતા. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા સહિતનાં અધિકારીઓએ આ રેલીને ફ્લેગોફ કરાવ્યું હતું. રેલી શહેરનાં રેસકોર્સ રોડ, કાલાવડ રોડ, રૈયારોડ, નાનામૌવા સહિતનાં વિસ્તારોમાં ફરી હતી. અને લોકોને હેલ્મેટ અંગે જાગૃત કરવા પ્રયાસ કરવામાં આવ્યો હતો.

આ અંગે પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાએ જણાવ્યું હતું કે, રાજકોટમાં આજે નવા વર્ષના પ્રથમ દિવસથી ટ્રાફિક અવેરનેસ મંથનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જે અંતર્ગત આજે પ્રથમ દિવસે પોલીસ કર્મચારીઓ દ્વારા બાઈક અને સ્કૂટર્સની હેલ્મેટ રેલી યોજવામાં આવી છે. આખા મહિના દરમિયાન લોકોમાં ટ્રાફિક નિયમો અંગેની જાગૃતિ લાવવા જુદા-જુદા કાર્યક્રમો યોજવામાં આવશે. વાહન ચલાવતા અકસ્માત સરજીને લોકો પોતાના અને બીજાના જીવને જોખમમાં મૂકે નહીં તે માટે દંડની કડક કાર્યવાહી કરવાની ફરજ પડે છે. જોકે, દંડ સ્થળ ઉપરથી વસૂલ કરવામાં આવે તો લોકોને ડર રહે છે. જ્યારથી આ જોગવાઈ બંધ થઈ છે ત્યારથી લોકોમાં નિયમોના પાલન અંગે ઢીલાશ જોવા મળી રહી છે. છતાં પોલીસ દ્વારા આ માટેના સઘન પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *