સામું કેમ જુએ છે’ કહી યુવક પર છરી વડે હુમલો

શહેરમાં રેલનગરમાં રહેતા ભવ્ય પ્રિશાકુમાર નાગોરી (ઉ.20) અમીન માર્ગના છેડે ફૂડ કોર્ટમાં મુંબઇ પાઉંપાજી જાહેરાતનો વીડિયો બનાવવાનો હોય જેથી તેના મિત્ર ધ્રુવ ભગલાણી, વૈદિક પંડ્યા સાથે ગયો હતો ત્યારે તેને વીડિયો બનાવી પાર્ક કરેલ કાર પાસે જતા અગાઉથી જ ચાર શખ્સ મોપેડ પર બેઠા હોય જેમાંથી એક શખ્સે ધસી આવી અમારી સામે કેમ જુએ છે.

જેથી તેને તમારી સામે નથી જોતો તેમ છતાં જોવાઇ ગયું હોય તો માફી માગીએ છીએ કહેતા ઉશ્કેરાઇ જઇ ઝઘડો કર્યો અને છરી વડે હુમલો કરતા અમે મિત્રો સાથે ત્યાંથી નાસી છૂટ્યા અને હોસ્પિટલમાં સારવાર કરાવી હતી. પોલીસે ગુનો નોંધી આરોપીને ઝડપી લેવા કાર્યવાહી કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *