શહેરમાં ચુનારાવાડ પાસેના બેડીપરા શ્રમજીવી સોસાયટીમાં રહેતા ધીરૂભાઇ કરશનભાઇ સરિયા (ઉ.52) તેના ઘર પાસે હતા ત્યારે બે વર્ષ પહેલાં નિખિલને હાથ ઉછીના રૂ.25 હજાર આપ્યા હતા જેમાં અગાઉ રૂ.20 હજાર આપી દીધા હતા અને પાંચ હજાર લેવાના હોય જેની ઉઘરાણી કરતા નિખિલ, કાનો, ભાવેશ અને એક અજાણ્યા શખ્સે લોખંડના પાઇપ વડે હુમલો કરતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાતા થોરાળા પોલીસે ધીરૂભાઇની ફરિયાદ પરથી ગુનો નોંધી આરોપીઓની ધરપકડ કરવાની કાર્યવાહી કરી છે.
જ્યારે અન્ય ઘટનામાં શહેરના રામનાથપરા જૂની જેલ પાસે શંકાસ્પદ હાલતમાં એક શખ્સને અટકાવી તેની પૂછતાછ કરતા તે રામનાથપરામાં રહેતો અને વાહનનું સર્વિસ સ્ટેશન ચલાવતો એજાજ ઉર્ફે કાલી હબીબભાઇ મેણ હોવાનું જણાવતા પીસીબીના જમાદાર નગીનભાઇ ડાંગર સહિતે તેની તલાશી લેતા તે મોબાઇલમાં ક્રિકેટ મેચ પર સટ્ટો રમતો હોવાનું બહાર આવતા પોલીસે ધરપકડ કરી છે.