પરીક્ષક, રોલ નંબરની યાદી ન આવતા CBSEની પ્રેક્ટિકલ પરીક્ષા મોડી લેવાશે

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) દ્વારા 2025ની બોર્ડની ધોરણ 10 અને 12ની પ્રેક્ટિકલ પરીક્ષાઓ 1 જાન્યુઆરીથી લેવાની જાહેરાત કરી હતી, પરંતુ હજુ સુધી મોટાભાગની શાળાઓમાં હજુ પરીક્ષકોની યાદી અને વિદ્યાર્થીઓની રોલનંબર સહિતની વિગતો મોકલવામાં નહીં આવતા પ્રેક્ટિકલ પરીક્ષા બે દિવસ મોડી લેવાઈ શકે છે. સીબીએસઈ દ્વારા હાલ શાળાઓને પ્રેક્ટિકલ પરીક્ષાની શીટ મોકલવામાં આવી છે.

સીબીએસઈની ધોરણ-12ની પ્રેક્ટિકલ પરીક્ષા માટે બહારથી પરીક્ષકો મોકલવામાં આવશે, પરંતુ ધોરણ-10ની પરીક્ષા માટે બહારથી પરીક્ષકો મોકલાશે નહીં. ધોરણ-10ની પ્રેક્ટિકલ પરીક્ષા અને પ્રોજેક્ટ સ્કૂલ દ્વારા જ કરાવવાના રહેશે. પ્રેક્ટિકલ પરીક્ષા 14 ફેબ્રુઆરી સુધીમાં પૂર્ણ કરવાનું પણ બોર્ડે જણાવ્યું છે. પરીક્ષાના દિવસે જ એસેસમેન્ટ કરી વિદ્યાર્થીઓના ગુણ બોર્ડને ઓનલાઈન મોકલી આપવાના રહેશે. બોર્ડે ગાઈડલાઈનમાં જણાવ્યું છે કે, પ્રેક્ટિકલ પરીક્ષા આપતી વખતે દરેક ગ્રૂપના વિદ્યાર્થીનો ફોટો પણ બોર્ડને મોકલવાનો રહેશે. આમાં, પરીક્ષક અને સુપરવાઇઝરની સાથે વિદ્યાર્થીનો ચહેરો બતાવવો ફરજિયાત છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *