શહેરની ભાગોળે વાવડીમાં ભાડાની જગ્યા પર ભાગીદારીમાં કારખાનું શરૂ કર્યા બાદ ભાગીદારો છૂટા પડતાં મહિલાએ ફેક્ટરીનો રૂ.36 લાખનો સામાન ભાડાના કારખાનામાં જ રાખ્યો હતો તે સામાન કારખાનાના માલિકે માત્ર રૂ.51 હજારમાં બારોબાર વેચી દઇ છેતરપિંડી આચરી હતી.
કાલાવડ રોડ પરના આત્મન બિલ્ડિંગમાં રહેતા રંજનબેન રમેશભાઇ શીલુ (ઉ.વ.45)એ ક્રાઇમ બ્રાંચમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે સત્યસાંઇ હોસ્પિટલ નજીક લેક્સેસ એવન્યુ એપાર્ટમેન્ટમાં રહેતા હિરેન ઉર્ફે જેમીત પ્રવીણ માવાણીનું નામ આપ્યું હતું. રંજનબેન શીલુએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, ભાગીદારી છુટી કર્યા બાદ સામાન કારખાનામાં રાખ્યો હતો. જે માલિકે વેંચી નાંખ્યો હતો. પોલીસે ફરિયાદ નોંધી કારખાના માલિક સામે તપાસ હાથ ધરી છે.