શહેરમાં ટ્રાફિક સમસ્યા મુદ્દે સીપી અને ડીસીપીને નોટિસ

રાજકોટ શહેર પોલીસ તંત્રે બે દિવસ પહેલાં ટ્રાફિક ડિપાર્ટમેન્ટની કામગીરી બાબતે આત્મશ્લાઘા કરતી કરેલી જાહેરાતનો ફણગો એડવોકેટ વિકાસ શેઠે સોમવારે ફોડી નાખ્યો હતો અને પોલીસ કમિશનર તથા ડીસીપી(ટ્રાફિક)ને સીપીસી કલમ-80 મુજબની નોટિસ પાઠવી છે અને છેલ્લા એક વર્ષમાં જાહેર રસ્તા પર બેફામ જતા વાહનોએ નાના બાળકોથી માંડીને અનેક રાહદારીઓના જીવ લીધાનો ઉલ્લેખ કરી પ્રજાને કનડતા આ પ્રશ્નનો નિકાલ ન આવે તો સીપીસી ઓર્ડર 1 રૂલ 8 મુજબગુજરાત હાઇકોર્ટમાં રિટ દાખલ કરી દાદ માગવામાં આવશે તેવી ચીમકીઉચ્ચારી છે.

આજ દિવસ સુધી ફિઝિકલ ચલણ બુક અને ઇ-મેમોની રકમ કેટલી ભેગી થઇ અને ક્યાં ખાતામાં જમા કરાવાય તેનો હિસાબ પ્રજાને આપવામાં આવેલ નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *