રાજકોટના ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા પર હુમલો કરનારા સન્ની પાજી દા ધાબાનાં સંચાલક સન્ની સામે એક પછી એક આકરી કાર્યવાહી થઈ રહી છે. શહેરના જામનગર રોડ ઉપર ઘંટેશ્વર પાસે આવેલું આ રેસ્ટોરન્ટ ખેતીની જમીનમાંથી રહેણાંક હેતુ માટે બિનખેતી કરવામાં આવ્યું હતું, પરંતુ તેમાં કોમર્શિયલ પ્રવૃત્તિ ચાલતી હોવાનો ઘટસ્ફોટ કલેક્ટર તંત્રની તપાસમાં થયો હતો. જે બાદ તાલુકા મામલતદાર દ્વારા આ જગ્યાને દૂર કરવા માટે નોટિસ આપવામાં આવી હતી. જોકે તંત્ર દ્વારા ડિમોલિશન કરવામાં આવે તે પહેલા જ સંચાલકે દબાણ હટાવી દીધું હતું, પરંતુ હવે આ જગ્યામાં શરત ભંગ થયાની નોટિસ આપવા માટે તાલુકા મામલતદાર દ્વારા કલેક્ટર સમક્ષ દરખાસ્ત કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.
રાજકોટ શહેરના જામનગર રોડ પર આવેલ જાણીતું સન્ની પાજી દા ધાબા રેસ્ટોરન્ટ ઉભું કરી દેવામાં આવ્યું હતું. જેને તાલુકા મામલતદાર દ્વારા ડીમોલિશન માટે નોટિસ આપવામાં આવી હતી. જોકે તે પહેલા જ સંચાલકે જાતે જ દબાણ હટાવી દીધું હતું, પરંતુ હવે આ મામલે સંચાલક સામે શરત ભંગની કાર્યવાહી કરવા માટે તાલુકા મામલતદાર દ્વારા કલેક્ટરને દરખાસ્ત કરવામાં આવી છે. રાજકોટના જામનગર રોડ ઉપર ઘંટેશ્વર પાસે 2 દિવસ પહેલા જ સન્ની પાજી દા ધાબા માલિકે પોતે જ દબાણ હટાવ્યું હતું, પરંતુ હવે તાલુકા મામલતદાર દ્વારા જામીન શરત ભંગનો રિપોર્ટ કલેક્ટરને કરવામાં આવ્યો છે. ટૂંક સમયમાં જ મોટી કાર્યવાહી કરવામાં આવે તેવી શક્યતા સેવાઈ રહી છે.