અણિયારા ગામે રહેતા અનિલભાઇ બાબુભાઇ મોરવાડિયા (ઉ.32)એ પોતાના ગામની સીમમાં ઝેરી દવા પી જતા તેને સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા જેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. બનાવને પગલે આજી ડેમ પોલીસ મથકના જમાદાર એ.જે.રાણા સહિતે તપાસ કરતાં મૃતક પરિવારમાં એકનો એક પુત્ર હોવાનું અને ખેતીકામ કરતો હોવાનું પરિવારે જણાવતા પોલીસે વધુ પૂછતાછ કરતા યુવક છેલ્લા બે દિવસથી ગુમસુમ રહેતો હોય આ પગલું ભરી લીધાનું જણાવતા પેાલીસે વધુ કાર્યવાહી કરી છે.
જ્યારે બીજા બનાવમાં કાલાવાડ રોડ પર અનમોલ પાર્કમાં રહેતા કેશુભાઇ ઉકાભાઇ મકવાણા (ઉ.55)એ પોતાના ઘેર પંખામાં દુપટ્ટો બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. બનાવની જાણ થતા યુનિવર્સિટી પોલીસ મથકના જમાદાર યશવંતભાઇ સહિતે તપાસ હાથ ધરી હતી. પોલીસની તપાસમાં મૃતક રિક્ષાચાલક હોવાનું અને રાત્રે બહાર હોય સવારે ઘેર આવ્યા બાદ રૂમમાં ગયા હતા. થોડા સમય બાદ તેની પત્ની અને પુત્રીએ બોલાવવા જતા રૂમ બંધ હોય ખખડાવ્યો હતો પરંતુ નહીં ખોલતા પાડોશીઓને બોલાવી દરવાજો તોડીને નજર કરતા કેશુભાઇ લટકતા હોવાનું નજર પડ્યા હોવાનું પરિવારે જણાવતા પોલીસે આધેડના આપઘાતનું કારણ જાણવા કાર્યવાહી કરી છે.