રાજકોટના કૈલાશપાર્ક મેઇન રોડ પર નટરાજનગરમાં રહેતાં હિતેન્દ્રભાઇ દેવજીભાઈ પડસુંબીયા (ઉ.વ.46) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે સંદિપ ધીરૂ મેઘાણી ઉર્ફે સંજય પટેલનું નામ આપતાં યુનિવર્સીટી પોલીસે છેતરપીંડીની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ફરીયાદીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ ઓફસેટ પ્રીન્ટીંગનો વ્યવસાય મોરબી ખાતે કરે છે. ગઇ તા.15.03.2024 ના રોજ કુટુંબીજનોએ નૈનીતાલ, હરીદ્વાર ફરવા જવાનો પ્લાન કરેલ જેથી ગણેશ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ વાળા સંદીપ ઉર્ફે સંજય પટેલનો સંપર્ક કરેલ હતો. અગાઉ તે વર્ષ 2017માં તેઓને નેપાળ લઇ ગયેલ હોય જેથી તેને ઓળખતા હતાં. જેથી તેનો સંપર્ક કરતાં કહેલ કે, હું ટુર પ્રોગ્રામ કરૂ જ છું અને તમને તમામ વ્યવસ્થા કરી આપીશ.
જે અંગેની બેઠક બોમ્બે હાઉસિંગ સોસાયટી સમેશ્વર મંડપ સર્વિસ સાધુવાસવાણી રોડ ખાતે હોય ત્યા તેઓ સંબંધી સાથે ગયેલ અને સંદીપને મળેલ હતાં. નૈનીતાલ, હરીદ્વાર ફરવા જવાનો આખો પ્રોગ્રામ સમજાવેલ અને રહેવા જમવાની, બસ, ફલાઇટનું બુકિંગ કરી આપશે અને તે સાથે આવશે તેમ વાત કરેલ જેથી તેઓએ છ પરીવારને જવાનુ છે વાત કરતાં તેમને એક વ્યક્તિના રૂ.30 હજાર નક્કી કરેલ હતાં.