PGVCLના 12 સર્કલની 17મી ક્રિકેટ ટુર્નામેન્ટ

PGVCLના સૌરાષ્ટ્ર-કચ્છના 12 સર્કલની 17મી ઇન્ટર સર્કલ ક્રિકેટ ટુર્નામેન્ટનો શહેરના માધવરાવ સિંધિયા ઇન્ટરનેશનલ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે આજથી પ્રારંભ થયો છે. જેમાં રાજકોટ સિટી, ગ્રામ્ય અને કોર્પોરેટ ઓફિસ ઊપરાંત અન્ય જિલ્લાની ઓફિસના અધિકારીઓ અને કર્મચારીઓ ભાગ લઈ રહ્યા છે. 22મી સુધી આ ટુર્નામેન્ટ ચાલશે. આજે PGVCLના ચીફ એન્જિનિયર જે. જે. ગાંધી અને આર. જે. વાળાએ ક્રિકેટ ટુર્નામેન્ટનો શુભારંભ કરાવ્યો હતો. જેમાં ચીફ એન્જિનિયર વાળાએ ફટકાબાજી કરી ટુર્નામેન્ટની શરૂઆત કરાવી હતી.

ટુર્નામેન્ટ 22મી ડિસેમ્બર સુધી ચાલશેઃ આર. જે. વાળા પીજીવીસીએલના ચીફ એન્જિનિયર આર. જે. વાળાએ જણાવ્યું હતું કે, રાજકોટના રેસકોર્સ મેદાનમાં આવેલા માધવરાવ સિંધિયા ઇન્ટરનેશનલ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે પીજીવીસીએલના 12 સર્કલ અને કોર્પોરેટ ઓફિસના ઇન્ટર સર્કલ ક્રિકેટ ટુર્નામેન્ટનું આજે ઉદ્ઘાટન કરવામાં આવેલું છે. જે ટુર્નામેન્ટ 22મી ડિસેમ્બર સુધી ચાલશે. જેમાં દરેક મેચ 25-25 ઓવરના છે અને ફાઇનલ મેચ 40 ઓવરનો રહેશે. કોઈપણ ખેલાડીને ઈજા થાય તો તેના માટે પ્રાથમિક સારવાર આપવા એમ્બ્યુલન્સ રાખવામાં આવેલી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *