ઉમરગામના 10 ગામની 700 બોટ બંધ રાખી, સૌરાષ્ટ્રના માછીમારો સામે વિરોધ

વલસાડ જિલ્લાના દરિયામાં સૌરાષ્ટ્રના માછીમારો આવતાં સ્થાનિક માછીમારોએ વિરોધ નોંધાવ્યો છે. રવિવારે ઉમરગામના નારગોલ બંદર પર માછીમારોએ વિરોધ નોંધાવ્યો હતો. નારગોલ, ઉમરગામ, ખતલવાડા, ટીંભી, પડઘામ, મરોલી, દાંડી, કાલય જેવા 10 જેટલા ગામની 700 જેટલી બોટ એક દિવસ બંધ રાખી દરિયા કિનારે વિરોધ કર્યો હતો. જાફરાબાદ અને આજુબાજુના માછીમાર દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં આવીને દાદાગીરીથી ફિશીંગ કરે છે .જેને લઇ સ્થાનિક માછીમારોની આજિવિકા પર માઠી અસર પડી છે. જેને લઇ દક્ષિણ ગુજરાતના માછીમારોએ અનેક રજુઆત કરી છતાં નિર્ણય ન આવતા રવિવારે નારગોલ,ઉમરગામ બંદરે વિરોધ કર્યો હતો.

દક્ષિણ ગુજરાતના માછીમારોની વારંવારની રજૂઆત છતાં તંત્ર દ્વારા આંખ આડા કાન કરવામાં આવતાં આખરે તેઓએ એક દિવસીય હડતાળનો માર્ગ અપનાવ્યો હતો. તેઓએ પોતાની આવીજીવિકા પર ઉભા થયેલ પ્રશ્નો મામલે ગંભીરતાથી વિચારી યોગ્ય નિરાકરણ લાવવા માંગ કરી હતી. નોંધનીય છે કે અંદાજિત 2000 થી વધુ માછીમારો એક દિવસીય હડતાળ અને વિરોધમાં જોડાયા હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *