સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં શુક્રવારે કુલપતિ ડૉ. કમલસિંહ ડોડિયાની અધ્યક્ષતામાં બોર્ડ ઓફ મેનેજમેન્ટની બેઠક મળી હતી. યુનિવર્સિટીના વિવિધ ભવનોના અધ્યક્ષને બાય રોટેશન પદ્ધતિ દાખલ કરવા કમિટીની રચના કરવાનો નિર્ણય કરાયો છે. જ્યારે UG/PG કક્ષાએ વર્ષ 2010 અને 2016ના અભ્યાસક્રમવાળા વિદ્યાર્થીઓને પરીક્ષાની છેલ્લી તક આપવાની બાબતને બહાલી આપવામાં આવી છે.
બોર્ડ ઓફ મેનેજમેન્ટની બેઠકમાં અન્ય જે બાબતોએ નિર્ણય લેવાયા છે તેમાં વિવિધ ભવનોના અધ્યક્ષને બાય રોટેશન પદ્ધતિ દાખલ કરવા કમિટીની રચના કરવી, બિલ્ડિંગ & વર્કસ કમિટીની તારીખ 25 જાન્યુઆરીની ભલામણ સ્વીકારવામાં આવી. એકેડેમિક કાઉન્સિલની તારીખ 4 ડિસેમ્બરની ભલામણ સ્વીકારવામાં આવી. UG/PG કક્ષાએ વર્ષ 2010 અને 2016 અભ્યાસક્રમવાળા વિદ્યાર્થીઓને પરીક્ષાની છેલ્લી તક આપવાની બાબતને બહાલી આપવામાં આવી હતી. પ્રોફેસર, એસોસિએટ પ્રોફેસરની દસ નિમણુંકની શુક્રવારે મળેલી બોર્ડ ઓફ મેનેજમેન્ટની બેઠકમાં બહાલી આપવામાં આવી હતી. કરિયર એડવાન્સમેન્ટ સ્કીમ હેઠળ 10 પ્રાધ્યાપકોને બઢતીની બાબતને પણ બહાલી અપાઈ હતી.