ગોંડલ તાલુકાના મેતા ખંભાળિયા ગામે ચાલુ ટ્રેક્ટરમાંથી માતાના ખોળામાં બેસેલા પુત્ર આકસ્મિક રીતે લસરી જતાં જમીન પર પડતાં માથાના ભાગે ઇજા થવા પામી હતી. ઇજાગ્રસ્ત બાળકને સારવાર અર્થે દેરડી (કુંભાજી)ની 108 એમ્બ્યુલન્સમાં ચાલુ સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. બાળકને વધુ સારવાર માટે ગોંડલ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવે એ પહેલાં જ મોત નીપજ્યું હતું.
ગોંડલ તાલુકાના મેતા ખંભાળિયા ગામના સ્મશાન નજીક ટ્રેક્ટરમાં મજૂર પરિવાર સવાર હતા મજુર પરિવાર મેતાખંભાળિયા ગામેથી વાડી તરફ જતા હતા. તે સમયે ગામના સ્મશાન પાસે ચાલુ ટ્રેક્ટરમાં મનીષાબેન નામની મહિલાના ખોળા પોતાનો દીકરો વિશાલ બેઠો હતો. જે માતાના ખોળામાંથી આકસ્મિક રીતે લસરી જતાં જમીન નીચે પડતાં માથાના ભાગે ઇજા થઈ હતી.