કોર્ટના સાક્ષીને નિષ્ક્રિય થઇ જવાની ધમકી આપનાર શખ્સ સામે ફરિયાદ

ગોંડલ ફેમિલી કોર્ટેમાં ચાલી રહેલા કેસમાં સામાવાળાના સાક્ષીને કોર્ટ કેસમાં જુબાની ન આપવા અને કેસમાંથી નીકળી જવા માટે પાંચિયવાદરના મેન્દુભા ડાભીએ ફોન કરીને ધમકી આપી હતી, જે બાબતે સામાવાળાએ ગોંડલ સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી જે ફરિયાદના આધારે પોલીસે કાર્યવાહી કરી છે.

આ ઘટનાની પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલ ફેમિલી કોર્ટમાં દંપતીની સગીર દીકરીની કસ્ટડી માટેનો કેસ ચાલુ છે અને દીકરી 5 વર્ષથી પિતા સાથે છે. અને માતાએ દીકરીનો કબ્જો મેળવવા ફેમિલી કોર્ટેમાં કેસ કર્યો છે. પિતા તરફથી ફેમિલી કોર્ટમા સાક્ષીઓ તપાસવા માટે અરજી કરી હોય તે બાબતે માતા હિરલ અને તેના વકીલ અને મળતિયાઓ દ્વારા મેન્દુભા ડાભીએ એક સાક્ષીને વકીલ તરીકેની ઓળખાણ આપીને ફોન કરીને કોર્ટ કેસમાંથી નીકળી જવા અને આ કેસમાં નિષ્ક્રિય થઈ જવા માટેની ધમકી આપી હોય ઉપરાંત દીકરીને માતાને સોંપી દેવા દબાણ કર્યું છે અને સાથે બીજા સાક્ષીઓની પણ રેકી કરી હોવાથી સામેના પક્ષકારે પાંચિયાવદરના મેંદુભા ડાભી સામે ફરિયાદ કરી છે.અને એ બાબતે ગોંડલ પોલીસમાં ફરિયાદ કરાતાં ગોંડલ પોલીસે આ ઘટના બાબતે તત્કાલ કાર્યવાહી હાથ ધરી છે. પોતાને વકીલ ગણાવીને સાક્ષીઓને કોર્ટની બહાર કેસમાથી હટી જવાની ધમકી આપવામાં આવી હોય એવો કિસ્સો ધ્યાને આવતાં આ ફરિયાદ પોલીસ માટે પણ ચોંકાવનારી છે અને આવા ગુના માટે પોલીસ અને કોર્ટ શું કાર્યવાહી કરશે એ સમય આવ્યે ખ્યાલ આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *