40 વિદ્યાર્થીને JEE-NEETનું નિ:શુલ્ક કોચિંગ

પૂજિત રૂપાણી ટ્રસ્ટ અને ગુજરાત સ્કૂલ ઓફ એક્સલન્સના સંયુક્ત ઉપક્રમે JEE & NEET ક્લિયર કરી વિદ્યાર્થીઓ IIT, AIIMSમાં પ્રવેશ મેળવવાનું પોતાનું લક્ષ્ય સિદ્ધ કરે તે હેતુથી ‘સુપર 40’ પ્રોજેક્ટ શરૂ કર્યો છે. જે અંતર્ગત જરૂરિયાતમંદ તથા મધ્યમ વર્ગના પરંતુ ભણવામાં હોશિયાર તેવા હાલ ધો.10માં અભ્યાસ કરતા 40 વિદ્યાર્થીઓને એન્ટ્રન્સ પરીક્ષા થકી મેરિટ મુજબ પ્રવેશ આપવામાં આવશે. આ પ્રોજેક્ટમાં અત્યાર સુધીની 24 બેચ અંતર્ગત 373 બાળકો લાભાર્થી રહ્યા છે. જેમાં એન્જિનિયરિંગમાં આશરે 93 અને મેડિકલમાં આશરે 66 બાળકોએ પ્રવેશ મેળવી કારકિર્દી બનાવી છે.

ધો.11 અને 12 સાયન્સના બે વર્ષનું સ્કૂલિંગ નિ:શુલ્ક કરાવવામાં આવશે તેમજ તેઓ IIT અને AIIMSમાં પ્રવેશ મેળવી શકે તે માટે JEE તથા NEET પરીક્ષાની સંપૂર્ણ તૈયારી ભારતના શ્રેષ્ઠ શિક્ષકો અને તજજ્ઞો દ્વારા નિ:શુલ્ક કરાવવામાં આવશે. જેમાં સુપર 40 અંતર્ગત હાલ ધો.10ની પરીક્ષા આપવાના હોય તેવા ગુજરાતી માધ્યમ અને ઈંગ્લિશ મીડિયમના વિદ્યાર્થીઓ SUPER 40 એન્ટ્રન્સ પરીક્ષા આપી શકે છે. આ પરીક્ષા રાજકોટ શહેરમાં ડિસેમ્બર-2024ના અંતમાં અને સૌરાષ્ટ્ર-કચ્છના સિલેક્ટેડ શહેરમાં જાન્યુઆરી- 2025માં લેવામાં આવશે. www.super40rajkot.com વેબસાઈટ પર તેની તમામ માહિતી ઉપલબ્ધ છે, ફોર્મ ભરી શકાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *