રાજકોટ માર્કેટિંગ યાર્ડ ખાતે ટેકાના ભાવે મગફળીની ખરીદીને લઈને ખેડૂતોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મોટી સંખ્યામાં ખેડૂતો મગફળી લઈને આવે છે. ત્યારે આજે વહેલી સવારથી જ ખેડૂતો મગફળી લઈને ઉમટી પડતા માર્કેટિંગ યાર્ડની બહાર 800 કરતા વધુ વાહનોનો ઢગલો થતા યાર્ડ બહાર 7 કિલોમીટર સુધી વાહનોની લાઈનો લાગી હતી. માર્કેટિંગ યાર્ડ ચેરમેન સહિતના અગ્રણીની હાજરીમાં વાહનોને યાર્ડમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. જેમાં મગફળીની 1 લાખ ગુણી જેટલી આવક થઈ હતી.
પ્રાપ્ત વિગત મુજબ, ગુજરાત સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળી સહિતની વિવિધ જણસીઓની ખરીદી શરૂ કરવામાં આવી છે. જેને લઈને ખેડૂતોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે આજે ફરી સવારથી જ મોટી સંખ્યામાં ખેડૂતો મગફળી ભરેલા વાહનો લઈને માર્કેટિંગ યાર્ડ ખાતે આવી પહોંચ્યા હતા. જેને લઈને મગફળી ભરેલા વાહનોની 7 કિલોમીટર સુધીની લાઈન થઈ હતી. જોકે યાર્ડનાં સત્તાધીશો દ્વારા ક્રમવાર અંદાજે 800 જેટલા વાહનોને પ્રવેશ આપવામાં આવ્યો હતો.