પૂનમ સોસાયટીમાં રિસામણે બેઠેલી પત્નીના ઘેર પતિ-સસરાનો આતંક

રાજકોટમાં પટેલ બોર્ડિંગ પાસે પૂનમ સોસાયટી શેરી નં.2માં રહેતા પ્રતિભાબેન વિવેકભાઇ ચૌહાણ નામની પરિણીતા, તેના માતા અને દાદીને પતિ વિવેક જયેશ ચૌહાણ અને સસરા જયેશ હરિભાઇ ચૌહાણે માર માર્યાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઇ છે. પોલીસે બનાવ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ફરિયાદમાં જણાવ્યા અનુસાર ફરિયાદીના લગ્ન પોણા બે વર્ષ પહેલાં આરોપી વિવેક સાથે થયા હતા. ત્યારબાદ સાસરિયાં સારું વર્તન કરતા ન હોવાથી ફરિયાદી ગત તા.21-11ના રોજ પિયર રિસામણે આવ્યા હતા. દરમિયાનમાં બુધવારે બપોરે પતિનો ફોન આવતા તે ઉપાડતા બાદમાં સામો ફોન કરતા ગાળાગાળી કરી હતી અને ત્યારબાદ બપોરે સાડા બારેક વાગ્યે બન્ને આરોપી પિતા-પુત્રએ ફરિયાદીના ઘેર જઇ બોલાચાલી કરી ફરિયાદીને માર માર્યો હતો અને આ સમયે વચ્ચે પડેલા તેમના માતા રાજશ્રીબેનના વાળ ખેંચીને વિખોડિયા ભર્યા હતા અને દાદી લલિતાબેનને પણ ધક્કો મારીને પછાડી દીધા હતા. પોલીસે પિતા-પુત્ર સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *