ગુજરાત સરકાર દ્વારા ચલાવવામાં આવી રહેલી સિટી બ્યુટીફીકેશન ઝુંબેશ અન્વયે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ત્રણે ઝોનની અલગ-અલગ શાખા દ્વારા જુદાજુદા વિસ્તાર અને રોડ પર કામગીરી ચાલી રહી છે. જેમાં વોર્ડ વાઈઝ ટીમો બનાવી રોડની સઘન સાફ-સફાઈ, ફૂટપાથ રીપેરીંગ, ડીવાઈર રીપેરીંગ, વોલ પેઇન્ટિંગ, થર્મોપ્લાસ્ટ પટ્ટા, ઝીબ્રા ક્રોસીંગ કરવામાં આવી રહ્યા છે. જેમાં બાંધકામ શાખા દ્વારા ફૂટપાથ રીપેરીંગ, ડીવાઈર રીપેરીંગ, વોલ પેઇન્ટિંગ, થર્મોપ્લાસ્ટ પટ્ટા-ઝીબ્રા ક્રોસિંગ જેવી કામગીરી કરવામાં આવે છે. અને શહેરમાં આવેલ અન્ડરબ્રિજ-ઓવરબ્રિજની વોલ પર વિવિધ થીમ બેઇઝ પેઇન્ટિંગ કરવામાં આવે છે. તેમજ બીઆરટીએસ રૂટ પર રેલીંગને પ્રાઈમર કલર કામ કરવામાં આવ્યું હતું. ગાર્ડન શાખા દ્વારા સિટી બ્યુટીફીકેશન અન્વયે ડીવાઈડરના છોડનું કટિંગ કામ, રોડ ડીવાઈડર સફાઈ કામ, પાણી આપવાનું કામ, ઝાડની નડતરરૂપ ડાળીઓના કટિંગ કામ વગેરે કરવામાં આવ્યું હતું.
પશ્ચિમ મધ્ય રેલવે જબલપુર ડિવિઝનના કટની-બીના સેક્શન વચ્ચે એન્જિનિયરિંગના કામ માટે લેવાયેલા બ્લોકને કારણે પશ્ચિમ રેલવે વેરાવળ સ્ટેશનથી ચાલવા વાળી વેરાવલ-જબલપુર એક્સપ્રેસ ટ્રેન (11465) અને જબલપુરથી ચાલતી જબલપુર-વેરાવલ એક્સપ્રેસ ટ્રેન (11466) ડાયવર્ટ કરેલા રૂટ પર ચાલશે. વેરાવળ સ્ટેશનથી 30.11.2024 અને 02.12.2024 ના રોજ ચાલવા વાળી ટ્રેન સં 11465 વેરાવલ-જબલપુર એક્સપ્રેસ તેના નિર્ધારિત રૂટ ભોપાલ-બીના જં.-કટની મુરવારા-જબલપુર ને બદલે ડાયવર્ટેડ રૂટ ભોપાલ- ઈટારસી જંક્શન-જબલપુર થઈને ચાલશે. એ જ રીતે જબલપુરથી 29.11.2024 અને 02.122024ના રોજ ચાલવા વાળી ટ્રેન સં 11466 જબલપુર-વેરાવલ એક્સપ્રેસ નિર્ધારિત રૂટ જબલપુર-કટની મુરવારા-બીના જં.-ભોપાલ ને બદલે ડાયવર્ટેડ રૂટ જબલપુર-ઈટારસી જંક્શન-ભોપાલ થઈને ચાલશે