રાજકોટમાં મજૂરી કરતા પ્રૌઢને ગત 12 તારીખે ઈજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલે ખસેડાયા બાદ મોત નીપજતા પૂત્રએ હત્યા અંગે 16 તારીખે આજી ડેમ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે હત્યાનો બનાવ અકસ્માતમાં ખપાવવાનો પ્રયાસ કરનાર બે આરોપીને દબોચી લીધા છે. જેમાં મુખ્ય આરોપીના પુત્રનો બર્થડે હોય તેમાં આવતા જ પોલીસે વોચ ગોઠવી દબોચી લઈ વધુ તપાસ હાથ ધરી છે.
મૂળ જુનાગઢના ઢોરવા ગામના અને હાલ રાજકોટના લાપાસરી રોડ પર મફતિયાપરામાં રહી કડીયા કામ કરતા વિજયભાઈ ઉર્ફે વિભો સમજુભાઈ સોલંકી (ઉ.વ.45) ગત 12 તારીખે રણુજા મંદિર પાસેથી ઈજાગ્રસ્ત હાલતમાં મળી આવતા રવી કાલીયા અને અજાણ્યા શખ્સે આ ભાઈને અકસ્માત થયો છે હોસ્પિટલે મૂકી આવો કહી રીક્ષામાં મોકલી દીધા હતા બાદ સારવારમાં તેમનું મોત નીપજ્યું હતું. બનાવ શંકાસ્પદ હોય જેથી પોલીસે તપાસ કરતા પ્રૌઢ જ્યાં રહેતા હતા ત્યાં ઘર પાસે લઘુશંકા કરવા મુદે રવિ સહીત બે શખ્સોએ લાકડીથી મારકૂટ કરી હોવાનું જાણવા મળતા પૂત્ર પીયૂષે બંને સામે હત્યા અંગે 16 તારીખે આજીડેમ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પીઆઈ જાડેજા સહિત ટીમે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.