ભોજપરાના ગોડાઉનમાં ચાલતું હતું દારૂનું નેટવર્ક, 20 લાખના મુદ્દામાલ સાથે બે ઝબ્બે

ગોંડલ ગોંડલ રાજકોટ નેશનલ હાઇવે પર આવેલા ભોજપરા ઇન્ડસ્ટ્રીઅલ ઝોનમાં આવેલા ગોડાઉન પર એલસીબીએ દરોડો પાડી રુ.15,80,856ની કિંમતનાં વિદેશી દારુનાં જથ્થા સાથે યુટીલીટી પીકઅપ વાહન તથા મોબાઇલ મળી રુ.20,90,856 નાં મુદ્દામાલ સાથે હાલ ગોંડલ રહેતા રાજસ્થાનનાં બે શખ્સની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ બન્ને શખ્સ રાજસ્થાનના વતની હોવાથી દારૂની આખી ચેન સારી રીતેે જાણતા હતા અને અહીં ગોડાઉન ભાડે રાખી ત્યાંથી રાજકોટ, જૂનાગઢ અને અમરેલી દારુ પહોંચાડતા હતા.

પોલીસે બન્નેની ધરપકડ કરી અત્યાર સુધીમાં કેટલો દારૂ, ક્યાં ક્યાં રવાના કર્યો તે સહિતની વિગતો ઓકાવવા તજવીજ હાથ ધરી છે. તેમજ દારૂ મોકલનાર બન્ને શખ્સની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા છે. બનાવની મળતી પ્રાપ્ત વિગત અનુસાર એલસીબી હેડ. કોન્સ્ટેબલ અનિલભાઈ ગુજરાતી, ભગીરથસિંહ જાડેજા, વાઘાભાઇ આલ, મહિપાલસિહ ચુડાસમાને મળેલી બાતમીનાં આધારે રાત્રે બે કલાકે એલસીબી પી. આઇ. ઓડેદરા તથા સ્ટાફના બાલકૃષ્ણ જાની, અમીતસિહ જાડેજા, રોહિતભાઈ બકોત્રા, ભાવેશભાઇ મકવાણા, રસીકભાઇ જમોડ સહિતની ટીમે ભોજપરા ઇન્ડસ્ટ્રીઅલ ઝોનમાં આવેલા જોગમાયા ગોડાઉન નં. 3 માં રેડ પાડી વિદેશી દારુની અલગ અલગ બ્રાન્ડ ની 2772 બોટલ રૂ. પાંચ લાખ ની કિંમતની જીજે33ટી 3346 યુટીલીટી, રૂ. દશ હજારની કિંમતના મોબાઇલ સહિત બિશ્નોઇ કૈલાશ બાબુલાલ જગમાલ રામ ખિચડ ઉ. વ. 22 તથા બિશ્નોઇ જલારામ ભીખારામ ઉદારામ ખિલોરી ઉ. વ. 28 ને દારુની હેરાફેરી કરતા ઝડપી લઇ કાર્યવાહી હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *