સૌરાષ્ટ્ર ગુજરાતનું નંબર વન ગણાતું ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં રોજિંદા વિવિધ જણસીઓની આવક થતી હોય છે. ત્યારે આજે માર્કેટિંગ યાર્ડમાં ગોંડલનું પ્રખ્યાત લાલ ચટાક મરચાની સિઝનની સૌપ્રથમ આવક નોંધાઈ હતી. માર્કેટિંગ યાર્ડમાં મરચાની અંદાજે 3500થી 4000 ભારીની આવક નોંધાઈ છે. જ્યારે મુહૂર્તમાં મરચાની 1 ભારીના રેકોર્ડબ્રેક ભાવ રૂ. 23,113 સુધી બોલાયા હતા.
સમગ્ર સૌરાષ્ટ્રભરમાંથી જેવા કે રાજકોટ, જામનગર, જૂનાગઢ જિલ્લામાંથી ખેડૂતો પોતાનો માલ વેચવા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આવતા હોય છે. સમગ્ર ભારતભરમાં ગોંડલ તીખા મરચાને લઈને જાણીતું છે. અહીંનું મરચું તીખાસને લઈને ગુજરાત ઉપરાંત અન્ય રાજ્યના લોકોને પણ આકર્ષી રહ્યું છે. યાર્ડમાં આજે અંદાજે 3500થી 4000 ભારીની આવક થવા પામી હતી. હરરાજીમાં મરચાના સરેરાશ 20 કિલો મરચાના ભાવ 3000/-થી 6000/- રૂપિયા સુધી ભાવ બોલાયા હતા. જ્યારે મુહૂર્તમાં મરચાની 1 ભારીના રેકોર્ડબ્રેક ભાવ 23,113/- સુધી બોલાયા હતા.