પેટ્રોલ ચોરી કરનાર સિક્યુરીટીમેન સામે સસ્પેન્શનના પગલા

રાજકોટ કલેક્ટર કચેરીના પાર્કિંગમાં બાઇકમાંથી પેટ્રોલ ચોરી કરતાં પકડાયેલા સિક્યુરીટીમેન (ગુજરાત ઇન્ડસ્ટ્રીઝ સિક્યુરીટી ફોર્સના જવાન) સામે હવે સસ્પેન્શનના પગલા તોળાઇ રહ્યા છે. કલેક્ટર કચેરીના વાહન પાર્કિંગમાં બાઇકમાંથી પેટ્રોલની ચોરી કરતાં આ સિક્યુરીટીમેન રંગે હાથ ઝડપાઇ જતાં આ મામલે જરૂરી આધાર-પુરાવા સાથે જિલ્લા કલેક્ટર સમક્ષ ફરિયાદ કરવામાં આવી હતી. જેમાં વીડિયો રેકોર્ડીંગના પુરાવા પણ રજૂ કરવામાં આવ્યા હતા. આ સમયે પેટ્રોલ ચોરીમાં ઝડપાયેલા આ સિક્યુરીટીમેને પોતાની પાસે પેટ્રોલના પૈસા ન હોવાનું અને તેનું વતન જસદણ હોવાથી તેના બાઇકમાં જસદણ જવા માટે કલેક્ટર કચેરીના કર્મચારીના બાઇકમાંથી ન છૂટકે પેટ્રોલની ચોરી કર્યાનું અને તેની ભૂલ થયાનું જણાવ્યું હતું. તેમજ હવે બીજી વખત આવું ન થાય તેમ કહી આ સિક્યુરીટીમેને માફી માગી લીધી હતી.

જે બાદ આ પેટ્રોલ ચોરીનો વીડિયો વાઇરલ થતાં હવે આ ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરીટી ફોર્સે કલેક્ટર કચેરીના સિક્યુરીટીમેન સામે સસ્પેન્શનના પગલા લેવા માટે તૈયારી કર્યાનું સુત્રોએ જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *