રાજકોટમાં ઠંડીનો ચમકારો, વહેલી સવારે તાપમાન 20 ડિગ્રીએ પહોંચ્યું

રાજકોટમાં દિવાળી બાદ હવામાન પલટો આવ્યો છે. વહેલી સવારે તાપમાન 20 અને 21 ડિગ્રી સેલ્સિયસ નોંધાઈ રહ્યું છે તેથી ઠંડીનો ચમકારો અનુભવાય છે. જોકે હજુ બપોરના સમયે પારો વધી રહ્યો છે તેમાં હવે ઘટાડો આવે તેવી શક્યતા છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજકોટ શહેરમાં ઉત્તરીય પવનો શરૂ થયા છે. ઉત્તર દિશામાંથી આવતા પવનો ઠંડા અને સૂકા હોય છે. જોકે બપોરના સમયે તાપમાન વધતા હવામાં ભેજનું પ્રમાણ વધી જાય છે અને આ જ ભેજ સવારના સમયે ધુમ્મસ રૂપે દેખાય છે. હાલ ન્યૂનતમ તાપમાન 20 અને 21 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે નોંધાઈ રહ્યું છે પણ મહત્તમ તાપમાન 38 ડિગ્રી સુધી જાય છે. આ કારણે બંને તાપમાન વચ્ચે 15 ડિગ્રી સેલ્શિયસ જેટલું અંતર આવી રહ્યું છે. આગામી સપ્તાહ સુધી મહત્તમ તાપમાન 37 ડિગ્રી સેલ્સિયસની આસપાસ અને ન્યૂનતમ તાપમાન આ જ સ્થિતિએ જળવાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *