રાજકોટમાં પોપટપરા શેરી નંબર 15 માં રહેતા વંદનાબેન જીતુભાઈ રાજપૂત 31 ઓક્ટોબરના રાત્રિના 10:30 વાગ્યે પોતાના ઘરે હતા ત્યારે કોઈ કારણોસર ઝેરી દવા પી જતા તેમને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા ત્યારબાદ વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયા હતા જે બાદ ફરી સિવિલ હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડમાં લઈ જવામાં આવ્યા હતા પરંતુ ચાલુ સારવાર દરમિયાન મહિલાએ દમ તોડી દીધો હતો.
જ્યારે અન્ય બનાવમાં રંગીલા નવાગામ શેરી નંબર 4 માં રહેતા 33 વર્ષીય અરવિંદભાઈ રાઠોડ 3 ઓક્ટોબરના પોતાના ઘરે હતા ત્યારે કોઈ કારણોસર બેભાન થઈ ગયા હતા જેથી તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા પરંતુ ફરજ પરના તબીબોએ યુવાનનું મૃત્યુ નીપજયાનું જાહેર કર્યું હતુ.