ગોંડલ-જેતપુર નેશનલ હાઇવે પર ટ્રાફિકને લઈને તાલુકા પોલીસ ખડેપગે

દિવાળીના તહેવારને લઈને રજાની મજા માણવા લોકો પ્રવાસન અને ધાર્મિક સ્થળ પર જતાં હોય છે. રોજિંદા હાઇવે પર નાના મોટા વાહનો પસાર થતા રહે છે. ત્યારે દિવાળીની રજાને લઈને હાઇવે પર રોજિંદા કરતા પણ પાંચ ગણા વાહનોની અવરજવર જોવા મળી હતી.

ગોંડલ-જેતપુર નેશનલ હાઇવે પર સિક્સ લેનની કામગીરી થઈ રહી છે તેને લઈને પણ અનેક જગ્યાએ ટ્રાફિકજામના દૃશ્યો સવારથી જોવા મળ્યા હતા. ત્યારે ગોંડલ નજીક ચોરડીથી ગોમટા સુધી ભારે ટ્રાફિકજામ થતાં રાજકોટ જિલ્લા અને તાલુકા પોલીસના PI જે.પી.રાવ સહિતના સ્ટાફ ખડેપગે રહ્યો હતો અને 24 કલાક નેશનલ હાઇવે પર સતત તાલુકા પોલીસ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવી હતી.

રાજકોટ ગોંડલ નેશનલ હાઇવે પર સિક્સ લાઈનની કામગીરી ચાલી રહી છે. રોજિંદા કરતા પાંચ ગણા વાહનોની અવર જવર રહી હતી. ચોરડીથી ગોમટા સુધી સિંગલ લાઈનમાં વાહન પસાર થાય એટલો જ રોડ રાખવામાં આવ્યો છે. ત્યારે નાના મોટા કોઈ વાહનોમાં ખરાબી સર્જાય તો તાલુકા પોલીસ દ્વારા હાઇડ્રોલિક ક્રેન, JCB સહિતના વાહનો સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *