રાજકોટના એરપોર્ટ પોલીસ મથકમાં કુવાડવા ગામમાં ભાડાના મકાનમાં રહેતા હેતલબેન ચૌહાણે નોંધાવેલી ફરિયાદ મુજબ તેઓ પતિ મુકેશભાઈ સાથે 4 ઓકટોબરના વહેલી સવારે 4:30 વાગ્યા આસપાસ ખાનગી કારમાં રાજકોટ-અમદાવાદ હાઈ-વે પર જતા હતા ત્યારે કુચિયાદળ પાસે કારનું ટાયર ફાટી જતા કાર સાઇડમાં રાખી દીધી હતી અને ત્યારબાદ રસ્તો ક્રોસ કરી જતા હતા ત્યારે અમદાવાદ તરફથી આવતી મહાસાગર ટ્રાવેલ્સ GJ 14 Z 3100ના ચાલકે બસ બેફિકરાઈથી ચલાવી મહિલાના પતિને અડફેટે લીધા હતા.
જેથી, પતિને માથા અને પગના ભાગે ગંભીર ઈજા પહોંચતા તેઓ લોહીલુહાણ થઈ ગયા હતા અને ઘટના સ્થળે જ તેમનું મૃત્યુ નીપજ્યું હતુ. જેથી એરપોર્ટ પોલીસે ખાનગી બસના ચાલક સામે ગુનો નોંધી તેને ઝડપી લેવા માટે તપાસ હાથ ધરી છે.